ઔરંગાબાદ: મહારાષ્ટ્ર (Maharashtra) માં શિવસેના જેવી પાર્ટી કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કરવા કેવી રીતે તૈયાર થઈ ગઈ તેના ખુલાસા હવે ધીરે ધીરે થવાનું શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અશોક ચવ્હાણે (Ashok Chavan) કહ્યું છે કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાસેથી લેખિતમાં આશ્વાસન લીધુ હતું કે તેઓ બંધારણની મર્યાદામાં રહીને સરકાર ચલાવશે. આમ નહીં કરે તો કોંગ્રેસ તેમની પાસેથી સમર્થન પાછું ખેંચી લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Wuhan Coronavirus: ઘાતક વાઈરસની મુંબઈ, પુણે બાદ દિલ્હીમાં એન્ટ્રી, 3 શંકાસ્પદ દર્દી મળ્યાં


ઉદ્ધવ ઠાકરેની સરકારમાં લોકનિર્માણ મંત્રી અશોક ચવ્હાણે કહ્યું કે સોનિયા ગાંધીએ અમને જણાવ્યું કે તમારે લેખિતમાં આપવાની જરૂર છે કે સરકાર બંધારણ પ્રમાણે કામ કરશે. જો આ પ્રસ્તાવનાથી ભટકી જશો તો અમે સરકારમાંથી બહાર નીકળી જઈશું. અમે આ વાત ઉદ્ધવ ઠાકરેને જણાવી. શિવસેનાએ તેનો સ્વીકાર કરી લીધો. 


અત્રે જણાવવાનું કે ગત વર્ષના અંતમાં થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને જીત મળી હતી. ચૂંટણી પરિણામ આવ્યાં બાદ મુખ્યમંત્રીના પદને લઈને શિવસેનાએ ગઠબંધન તોડી દીધુ હતું. ત્યારબાદ શિવસેનાએ અપ્રત્યાશિત રીતે એનસીપી અને કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે. 


BJP સાંસદનું વિવાદિત નિવેદન, 'શાહીન બાગવાળા તમારા ઘરમાં ઘૂસશે, બહેન-દીકરીઓના રેપ કરશે'


સરકાર બન્યા બાદ રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે આખરે શિવસેના જેવી પાર્ટીએ બિલકુલ ઉલટી વિચારધારાવાળી કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કેવી રીતે કરી લીધુ. આમ તો ત્રણેય પક્ષોની સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ બની છે પરંતુ હવે અશોક ચવ્હાણના નિવેદન બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આખરે આ રાજનીતિક મિત્રતા માટે શિવસેનાએ કેટલું આગળ વધીને સ્ટેન્ડ લીધુ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...